Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નર્મદા જીલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા યોજાય, નિવૃત્ત 72 સભાસદોનું કરાયું સન્માન

અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ પ્રવિણસિંહ રણા તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખ કિરીટ સિંહ મહીડા નું સન્માન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારી ઓની કો.ઓ.ક્રેડીટ સોસાયતી દ્વારા 56 મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી દ્વારા 56મી વાર્ષિક સાધારણ સભા ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે મળી હતી. જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કિશનભાઇ વસાવા,અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ પ્રવિણસિંહ રણા તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખ કિરીટ સિંહ મહીડા નું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નિવૃત્ત થયેલા 72 સભાસદો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું .તો મૃત્યુ પામનારા નવ સભાસદો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા સાથે તેઓના પરિવારજનો ને રૂ.33 લાખની સહાય નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક નાણાકીય અહેવાલ રજૂ કરવા સાથે આગામી વર્ષ ના આયોજન અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વાર્ષિક સામાન્ય સભા માં ચેરમેન કિરીટ સિંહ ઘરીયા ,વાઇસ ચેરમેન હસમુખભાઈ પટેલ, સહિત અન્ય હોદ્દેદારો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story