Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઐતિહાસિક રતન તળાવમાં વધુ એક દુર્લભ કાચબાનું મોત, તંત્ર પ્રત્યે સ્થાનિકોમાં રોષ...

ભરૂચની ઐતિહાસિક ધરોહર એવા રતન તળાવના જતનમાં પાલિકા તંત્ર બેદરકાર રહેતા એક દુર્લભ કાચબાનો મૃતદેહ મળી આવ્યો છે.

X

ભરૂચના ઐતિહાસિક રતન તળાવનું રત્ન એવા વધુ એક દુર્લભ કાચબાનું મોત નીપજ્યું હતું. પાલિકાએ બજેટમાં આ વખતે રતન તળાવના વિકાસ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરી છે, જે હરહમેશની જેમ માત્ર કાગળ પર જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

ભરૂચની ઐતિહાસિક ધરોહર એવા રતન તળાવના જતનમાં પાલિકા તંત્ર બેદરકાર રહેતા એક દુર્લભ કાચબાનો મૃતદેહ મળી આવ્યો છે. અહીના સ્થાનિકો વર્ષોથી રતન તળાવના શુદ્ધિકરણ અને અલભ્ય કાચબાઓના સંરક્ષણની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી કરોડો રૂપિયાની જોગવાઈ રતન તળાવ અને તેમાં વસવાટ કરતાં કાચબા માટે કરી છે. તેમ છતાં અત્યાર સુધી કેટલાય કચબાઓના મોત થયા છે, અને રતન તળાવનો વિકાસ કે, તેમાં રહેલા કાચબાઓના રક્ષણ અંગે કોઈ નક્કર કામગીરી થઈ નથી. ભરૂચ પાલિકા પણ ઐતિહાસિક રતન તળાવ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરી છે. પરંતુ વર્ષોથી બધી જોગવાઈ અને જાહેરાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે, અને બીજી તરફ અલભ્ય કચબાઓ મોતને ભેટી રહ્યા છે.

Next Story