ભરૂચ : નેત્રંગમાં CRPFનું એરિયા ડોમીનેશન કાર્ય પૂર્ણ, ચૂંટણી પહેલાં જવાનોએ કર્યું ફૂટ પેટ્રોલિંગ...

ગુજરાત રાજ્યમાં આદર્શ આચાર સંહિતા જાહેર થઈ ચુકી છે, ત્યારે નેત્રંગમાં 20 જવાની CRPF ટુકડીએ એરિયા ડોમિનેશનનું કાર્ય પૂર્ણ કર્યું હતું.

New Update
ભરૂચ : નેત્રંગમાં CRPFનું એરિયા ડોમીનેશન કાર્ય પૂર્ણ, ચૂંટણી પહેલાં જવાનોએ કર્યું ફૂટ પેટ્રોલિંગ...

ગુજરાત રાજ્યમાં આદર્શ આચાર સંહિતા જાહેર થઈ ચુકી છે, ત્યારે નેત્રંગમાં 20 જવાની CRPF ટુકડીએ એરિયા ડોમિનેશનનું કાર્ય પૂર્ણ કર્યું હતું. જેમાં નેત્રંગ પોલીસ મથકેથી નીકળી જીનબજાર, મંગળવાળી વિસ્તાર, ગાંધી બજાર, જવાહર બજાર અને ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સાથે રૂટની માહિતી મેળવી છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટુકડી નેત્રંગ આવી પહોંચી છે. જેમણે આજે પંથકના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને એરિયા ડોમિનેશનની કામગીરી પૂર્ણ કરી છે. ચૂંટણી સમયે કેન્દ્રીય સુરક્ષા કર્મીઓની ટુકડી જે તે રાજ્યમાં ધામા નાખતી હોય છે. જેના ભાગરૂપે નેત્રંગ ખાતે પણ 20 જવાનની એક ટુકડી આવી પહોંચી છે. જેમણે પંથકના વિવિધ વિસ્તારોના રૂટની જીણવટભરી માહિતી સ્થાનિક પોલીસ સાથે મેળવી છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

New Update
bharuch
ભરૂચ જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં જિલ્લામાં આવેલા કુલ 67 ભયજનક સ્થળો પર પ્રવાસીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Jahernamu

જાહેરનામામાંથી માછીમારી સાથે સંકળાયેલ લોકો તેમજ સરકારી ફરજ પર રોકાયેલ કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ:-

Pratibandh