ભરૂચ:મહિલાના ઓપરેશન દરમિયાન 500 જેટલા યુવાનો પોતાનું લોહી આપવા માટે ખડેપગે રહ્યા તૈનાત

ભરૂચમાં ગર્ભમાં બાળક મૃત્યુ પામ્યાં બાદ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી પરિણિતાનો સેવાભાવી યુવાનોએ જીવ બચાવ્યો હતો. પરિણિતાને 24 બોટલ લોહીની જરૂર પડી હતી

ભરૂચ:મહિલાના ઓપરેશન દરમિયાન 500 જેટલા યુવાનો પોતાનું લોહી આપવા માટે ખડેપગે રહ્યા તૈનાત
New Update

ભરૂચમાં ગર્ભમાં બાળક મૃત્યુ પામ્યાં બાદ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી પરિણિતાનો સેવાભાવી યુવાનોએ જીવ બચાવ્યો હતો. પરિણિતાને 24 બોટલ લોહીની જરૂર પડી હતી અને મહિલાના ઓપરેશન દરમિયાન 500 જેટલા યુવાનો પોતાનું લોહી આપવા માટે ખડેપગે રહયાં હતા.

ભરૂચનાઅયોધ્યા નગરના સ્લમ વિસ્તારમાં રહેતી કાજલ ચૌહાણ સગર્ભા હોય અને તેણીને પ્રસુતિ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને સવારની ભરૂચ સિવિલમાં દાખલ હતી. સગર્ભાના પેટમાં જ બાળક મૃત્યુ પામ્યુ હોય તેવું સામે આવ્યુ છતાં પણ તબીબો દ્વારા દર્દીના પરિવારજનોને પેટમાં બાળક મૃત્યુ પામ્યું છે તેની જાણ ન કરતા અને અંતે રાત્રે 8 વાગ્યાના અરસામાં સગર્ભાના પેટમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું છે.તેમ પરિવારને જણાવવામાં આવ્યું હતું પણ ત્યાં સુધી બહુ સમય નીકળી ગયો હતો. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી મહિલા વિશે બાહુબલી ગૃપના સભ્યોને જાણ થતાં તેમણે મહિલાની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી.

પરણિતાને વડોદરા ખસેડવામાં આવે તો તેનો જીવ જતો રહે તેમ હોવાથી તેને ચાવજ રોડ પર આવેલી પ્રાઇમ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.હોસ્પિટલના તબીબોએ સગર્ભા મહિલાના પેટમાં રહેલા મૃતક બાળકને બહાર કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન બ્લડ વધુ વહી જાય તો બ્લડની જરૂર પડી શકે છે ભરૂચમાં પણ અધ્યતન સુવિધા વાળું બ્લડ યુનિટ ઉભો કરાયું છે પરંતુ મહિલાને 24 બોટલ બ્લડ ચડાવવામાં આવ્યું હતું જેના કારણે આખી રાત બાહુબલી ટુ ગ્રુપના 500થી વધારે યુવાનો હોસ્પિટલની બહાર લોહી આપવા માટે ખડેપગે રહયાં હતાં.

#Bharuch #Gujarat #Connect Gujarat #BharuchCivilHospital #Beyond Just News #blood Donate During Operation #Bahubali Group #Unity Blood Center
Here are a few more articles:
Read the Next Article