Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના પાણેથા ગામેથી જીવતા વન્યપ્રાણીની તસ્કરી કરતા આરોપીઓની ધરપકડ

ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામેથી જીવતા વન્યપ્રાણીની તસ્કરી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

X

ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામેથી જીવતા વન્યપ્રાણીની તસ્કરી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

ભારત સરકારના વાઈલ્ડ લાઇફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો મુંબઈને બાતમી મળતા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાની ટીમને સાથે રાખી ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મીનાબેન પરમાર તથા નેત્રંગ અને ભરૂચના વન વિભાગના સ્ટાફ સાથે વન રક્ષક રઘુવીર સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગતરોજ સાંજે ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે રહેતા ગૌતમ ચંદ્રકાંત પાદરીયાના ઘરે તપાસ કરતા તેના ઘરેથી ચાર મહિનાનું દીપડાનું બચ્ચું મળી આવ્યું હતુ. આ દીપડાના બચ્ચાને વેચવાના ઇરાદે રાખ્યું હોવાની માહિતી મળતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેની સાથે સંકળાયેલા અન્ય એક આરોપી હરેશ ઉર્ફે જલો અરવિંદ પાટણવાડીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.તેઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વડોદરાના રહેવાસી ઈરફાનના કહેવાથી દીપડાના બચ્ચાને વેચાણ કરવાના ઇરાદે પકડવામાં આવ્યો છે જેથી વડોદરા પાણીગેટના રહેવાસી ઇરફાનના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો જેને મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલ બન્ને આરોપીઓની સામે વન્યપ્રાણી અધિનિયમ મુજબની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઝઘડિયા મીનાબેન પરમારની અધ્યક્ષતામાં રાઉન્ડ ફોરેસ્ટર સુરેશ બી.વસાવા કરી રહ્યા છે

Next Story