Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદાનું પાણી ગ્રહણ કરીને પરિક્રમા કરતા સંત દાદાગુરૂનું નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આગમન

અમરકંટકથી મા નર્મદાની પરિક્રમા કરતા સંત દાદા ગુરુ નર્મદા નદીના પાણીની શક્તિ સાથે કિનારે આવેલ આશ્રમો,મઠોમાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિના જતન માટે સંદેશો આપી રહ્યા છે

X

અમરકંટકથી મા નર્મદાની પરિક્રમા કરતા સંત દાદા ગુરુ નર્મદા નદીના પાણીની શક્તિ સાથે કિનારે આવેલ આશ્રમો,મઠોમાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિના જતન માટે સંદેશો આપી રહ્યા છે તેઓની ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પધરામણી થતા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારત વર્ષની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે. તેવી ગુજરાતની ગંગા સમાન નર્મદા નદીનું પાણી અમૃત છે જે સાબિત કરવા દાદા ગુરુ 26 મહિનાથી ફક્ત નર્મદાના નીર પી નર્મદા પરિક્રમા કરતા હાલ 3200 કિમીની પરિક્રમા કરી રહ્યા છે. ગત તારીખ-8મી નવેમ્બરે ઓમકારેશ્વરથી શરૂ થયેલી પરિક્રમા ભરૂચના સંગમ અમરકંટક થઇ ફરી ઓમકારેશ્વરમાં પૂર્ણ થશે.તેઓનું ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આગમન થયું હતું. પરિક્રમા અંગે વિવિધ ભરૂચ નર્મદા પરિક્રમા અર્થે નીકળેલા સમર્થ સદગુરૂ દાદાગુરૂએ વિવિધ સંકલ્પો સાથે નર્મદા પરિક્રમની શરૂઆત કરી હતી . આ સંકલ્પોની વિગતો જોતા પ્રકૃતિનું રક્ષણ સાથે જ નદીનું રક્ષણ અને વૃક્ષો બચાવો વિશ્વ બચાવો , સંવર્ધન અને પ્રદુષણ નાબુદી સાથે વિશ્વમાં હરિયાળી કરવા માટે વૃક્ષારોપણના સંકલ્પ આવી સદગુરૂ દાદાએ પરિક્રમાની શરૂઆત તા .૮ મી ઓકટોબરથી શરૂ કરી હતી. માનવીના ઉચ્ચ વિચારો અને આચરણ જ નદીઓના પાણીને પ્રદૂષણ મુક્ત કરશે એમ પણ બાબા કહી રહ્યાં છે.

Next Story