ભરૂચ : વય મર્યાદાના કારણે 4 પોલીસકર્મીઓ નિવૃત થતાં એ' ડિવિઝન પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો

ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓ વય મર્યાદાએ નિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.

New Update
ભરૂચ : વય મર્યાદાના કારણે 4 પોલીસકર્મીઓ નિવૃત થતાં એ' ડિવિઝન પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો

ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓ વય મર્યાદાએ નિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સાથે ફરજ બજાવતા કર્મીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં ASI કક્ષાના પોલીસકર્મી દિનેશ ગોહિલ, મફત બાવા, રમેશચંદ્ર ભટ્ટ અને સુધીરસિંહ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકો અને બ્રાન્ચોમાં ફરજ બજાવી હાલમાં ભરૂચ શહેરના એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. તેઓએ અંદાજીત 30થી 35 વર્ષ પોલીસ વિભાગમાં દિવસ-રાત સેવાઓ આપી હતી. ગતરોજ તા. 30 જૂન 2023ના રોજ આ ચારેય પોલીસકર્મીઓ વય મર્યાદાના કારણે નિવૃત થતા એ' ડિવિઝન પોલીસ મથક ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં DYSP એમ.એમ.ગાંગુલી, એ' ડિવિઝન પોલીસ મથક પીઆઈ બી.એલ.મહેરિયા, સાયબર ક્રાઈમ પીઆઈ ફુલતરિયા ઉપસ્થિત રહી તમામ નિવૃત થતાં પોલીસકર્મીઓને નિવૃત્તિનું જીવન સુખમય અને તંદુરસ્ત વિતે તેવી શુભેચ્છાઓ આપી હતી, જ્યારે નિવૃત થતાં પોલીસકર્મીઓએ ભીની આંખોએ તેમની ફરજ દરમિયાનના સ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે એ' ડિવિઝન પોલીસકર્મી સાથી મિત્રો સહિત મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories