Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આશાએ પ્રિ-સ્કૂલનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, વિશિષ્ટ મહિલાઓનું બહુમાન કરાયું...

ભરૂચમાં મોના પાર્ક સબર રેસીડેન્સી નજીક આવેલી આશાએ ધી પ્રિ-સ્કૂલનો એન્યુઅલ ડે સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો.

X

ભરૂચના બાયપાસ ચોકડી નજીક આવેલી આશાએ પ્રિ-સ્કૂલમાં એન્યુઅલ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ ક્ષેત્રે અને સાહસ કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા લોકોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં મોના પાર્ક સબર રેસીડેન્સી નજીક આવેલી આશાએ ધી પ્રિ-સ્કૂલનો એન્યુઅલ ડે સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં નાના ભૂલકાઓએ પણ વિવિધ વેશ ધારણ કરી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા, અને બાળકોની વિવિધ કૃતિઓને નિહાળી હતી. આ સાથે જ બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. બાળકોએ દેશભક્તિથી માંડી વિવિધ ભારતીય સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોને પણ ખુશ કર્યા હતા. આ પ્રસંગે તાજેતરમાં જ પાયલોટ બનેલ કેપ્ટન ઉર્વશી દુબે તથા શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબા ચૌહાણ, રીઝવાના તલકીન જમીનદાર, ન્યુઝ એન્કર જાહ્નવી મકવાણા, ફઝીલા નજીર દૂધવાલા, ધ્રુવા અંકિત મોદી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓનું પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. એન્યુઅલ ડે સેલિબ્રેશન આયોજનમાં આશાએ પ્રિ-સ્કૂલના આચાર્ય અસ્મા પટેલ, એમ.એચ. ટ્રાવેલ્સ એન્ડ ટુર્સના અરશદ પટેલ તથા જાવેદ પટેલે પણ પોતાનું યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story