/connect-gujarat/media/post_banners/b489d7307bdf42b2fa2e52ba7268305d7e0d964bcdb864a7a3d2744f932ff882.webp)
નેત્રંગ તાલુકા હેલ્થ કચેરી દ્વારા આશા સંમેલન અને વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ - ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના નેત્રંગ તાલુકા હેલ્થ કચેરી દ્વારા આશા સંમેલન અને વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ - ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું. નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.એન.સિંગ દ્વારા આખા વર્ષ દરમિયાન તાલુકામાં વિવિધ આરોગ્યની શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ આશા બેહનોએ પણ કરેલ કામગીરીને લઈને તેઓને બિરદાવવા તેમજ તેઓનુ પ્રોત્સાહન વધારવા એક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ભાઈઓ બહેનોને ઉત્કૃષ્ટ કામગરી બદલ ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. સાથે જ કોવિડ-૧૯માં પણ ફરજ બજાવેલ કર્મચારીઓને પણ પ્રોત્સાહન વધારી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા