/connect-gujarat/media/post_banners/751438d18ef7e9b1225ecd31995d26645a7c8e2a5db6d620b5c7818e153c6d1c.jpg)
ભરૂચમાં આશાવર્કર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ સરકારના રૂ. 2000 અને 2500 વધારાના પરિપત્રની હોળી કરી જિલ્લા પંચાયત ખાતે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમા આશાવર્કર બહેનો વેતન વધારા સહિત અન્ય ભથ્થા અને સુવિધાના મુદ્દે આંદોલન કરી રહી છે.જેમાં સમાધાનરૂપે સરકાર દ્વારા તાજેતરમા રૂ 2000 અને 2500ના વધારા સાથે અન્ય સુવિધા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.જોકે આ સમાધાનને લોલીપોપ ગણાવી આશાવર્કર બહેનોને મંજુર ના હોય તે સામે પુનઃ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.ભરુચ જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનો હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સરકારના પરિપત્રની હોળી પણ કરી હતી.આશાવર્કર અને આશા ફેસીલેટર બહેનો માટે ઇનસેંટીવ બંધ કરી લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવાની માંગ કરી આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.