ભરૂચ: ASP વિકાસ સુંડાને SPનો સોલ્ડર બેઝ પહેરાવાયો, એક IPS અધિકારીના જીવનમાં ખૂબ જ ખાસ હોય છે આ ક્ષણ

ભરૂચના ASP તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિકાસ સુંડાની ગાંધીનગર કોસ્ટલ SP તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તેઓને સોલ્ડર બેઝ પહેરાવવામાં આવ્યો હતો

ભરૂચ: ASP વિકાસ સુંડાને SPનો સોલ્ડર બેઝ પહેરાવાયો, એક IPS અધિકારીના જીવનમાં ખૂબ જ ખાસ હોય છે આ ક્ષણ
New Update

ભરૂચના ASP તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિકાસ સુંડાની ગાંધીનગર કોસ્ટલ SP તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તેઓને સોલ્ડર બેઝ પહેરાવવામાં આવ્યો હતો

તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ ASP તરીકે ફરજ બજાવનાર વિકાસ સુંડાની ગાંધીનગર કોસ્ટલ SP તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તેમની સોલ્ડર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે IPS વિકાસ સુંડાને સોલ્ડર બેઝ પહેરાવ્યા હતા. પોલીસના પરંપરાગત બેન્ડ સાથે આ સેરેમની યોજાય હતી. એક IPS અધિકારીના જીવનમાં આ સેરેમની મહત્વની હોય છે અને આ સેરેમણીને તેઓ જીવનભર યાદ રાખે છે.

IPS અધિકારી થયા બાદ તેઓ ટ્રેનીંગ પિરિયડમાં હોય છે ત્યાર બાદ તેઓને બઢતી આપવામાં આવે છે અને તેઓના ખભા પર રાષ્ટ્રીય મુદ્રા લગાવવામાં આવે છે ત્યારે વિકાસ સુંડાની આજરોજ આ સેરેમની સંપન્ન થતા તેઓએ SP તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

#Bharuch #Gujarat #Connect Gujarat #Special Moment #ASP Vikas Sunda #Get Solder Ceremony
Here are a few more articles:
Read the Next Article