ભરૂચ : ઝઘડિયાના કદવાલી ગામને જોડતા ડામર રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામને જોડતા ડામર રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ઝઘડિયાના કદવાલી ગામને જોડતા ડામર રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામને જોડતા ડામર રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામ ખાતે નર્મદેશ્વર મહાદેવ અને હનુમાન દાદાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ બાદ ઝઘડિયા વિધાનસભા ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ઝઘડિયા તાલુકાના કદવાલીને જોડતા ડામર રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ઘણા વર્ષો બાદ કદવાલી ગામને જોડતા ડામર રોડનું ખાતમુહુર્ત કરવામાં આવતા ગ્રામજનોએ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રસિંહ વસાવા, કદવાલી ગામના સરપંચ, ઉમલ્લના સરપંચ, આગેવાન અબ્બાસ માસ્ટર, ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, શિક્ષકગણ, આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.