ભરૂચ : નાટક અને રંગોળીના માધ્યમથી મતદાન માટે જાગૃતિનો પ્રયાસ, મુન્શી સ્કુલમાં યોજાયો કાર્યક્રમ

મુન્શી સ્કુલમાં યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ 19મી ડીસેમ્બરના રોજ યોજાશે ગ્રામ પંચાયતોની ચુંટણી

ભરૂચ : નાટક અને રંગોળીના માધ્યમથી મતદાન માટે જાગૃતિનો પ્રયાસ, મુન્શી સ્કુલમાં યોજાયો કાર્યક્રમ
New Update

ભરૂચ જિલ્લામાં તારીખ 19મી ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યો માટે મતદાન થવાનું છે ત્યારે મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે તેમને જાગૃત કરવાનો કાર્યક્રમ યોજાયો. રાજયમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાવા જઇ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ 400થી વધારે ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યો માટે 19મી ડીસેમ્બરના રોજ મતદાન થશે. લોકશાહીના મહાપર્વ સમાન ચુંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો ખાતે જઇ મતદાન કરે તે માટે તંત્ર પ્રયાસ કરી રહયું છે. મતદાન જાગૃતિના સંદર્ભમાં ભરૂચની મુન્શી સ્કુલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ નાટક તથા રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિના વિષયને જીવંત કર્યો હતો. આ પ્રસંગે કલેકટર ડૉ. તુષાર સુમેરા, ડીઇઓ નવનીત મહેતા, શાળાના ટ્રસ્ટી યુનુસ પટેલ સહિતના મહેમાનો અને શાળાનો સ્ટાફ હાજર રહયો હતો. કલેકટર ડૉ. તુષાર સુમેરાએ પણ લોકોને મતદાન બાબતે જાગૃત બનવા અપીલ કરી હતી.

#Bharuch #ConnectGujarat #મતદાન જાગૃતિ #Voting Awerness #Munshi School #Grampanchayat Election #program held #ગ્રામ પંચાયતની ચૂંટણી #સરપંચ ચૂંટણી #drama and rangoli #નાટક અને રંગોળી #જાગૃતિ #મુન્શી સ્કુલ #મુન્શી સ્કુલમાં યોજાયો કાર્યક્રમ #ચૂંટણી ૨૦૨૧
Here are a few more articles:
Read the Next Article