ભરૂચ પાંજરાપોળ ખાતે વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ગાય માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું
પશ્ચિમી સંસ્કૃતિના કહેવાતા વેલેન્ટાઇન ડેની ઉજવણીનો યુવા વર્ગમાં ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં તમામ માટે અનેકવિધ દિવસો અને ઉજવણી રહેલી છે ત્યારે ભરૂચ પાંજરાપોળ ખાતે વેલેન્ટાઇન ડેના 14 મી ફેબ્રુઆરીના દિવસે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે માતૃપિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ શ્રદ્ધાભેર પૂજન કર્યું હતું..આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપીન શાહ,મહેન્દ્રભાઈ કંસારા,નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ, ઉપાધ્યક્ષ ભારતી પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ પાંજરાપોળ દ્વારા માતૃપિતૃ પૂજનનું આયોજન કરી અન્યો માટે પણ પ્રેરણા પૂરી પાડવામાં આવી છે