Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મુલદ પાસે 2.50 કરોડ રૂપિયાના હીરાની લુંટનો પ્રયાસ, બે આરોપી ઝડપાયાં હજી 6 ફરાર

લુંટારૂએ ડ્રાયવરના લમણે રીવોલ્વર મુકી બસને હાઇવે પર સાઇડમાં ઉભી કરાવી દીધી હતી

X

ભરૂચની મુલદ ચોકડી પાસે આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી 2.50 કરોડ રૂપિયાની કિમંતના હીરાની લુંટ કરવાના પ્રયાસના ચકચારી પ્રકરણમાં એલસીબીએ સુરતના કડોદરા વિસ્તારમાંથી બે આરોપીને ઝડપી પાડયાં છે.....

તારીખ 24મી ઓગષ્ટના રોજ ભાવનગરથી સુરત જવા નીકળેલી ગોપાલ ટ્રાવેલ્સની બસમાં ચાર આંગડીયા પેઢીના કર્મચારીઓ 2.50 કરોડ રૂપિયાની કિમંતના હીરા સાથે મુસાફરી કરી રહયાં હતાં. આ જ બસમાં મુસાફરના સ્વાંગમાં ચાર લુંટારૂઓ સવાર હતાં. લકઝરી બસ સુરત પહોંચે તે પહેલાં મુલદ ચોકડી પાસે લુંટારૂઓએ પોત પ્રકાશ્યું હતું અને એક લુંટારૂએ ડ્રાયવરના લમણે રીવોલ્વર મુકી બસને હાઇવે પર સાઇડમાં ઉભી કરાવી દીધી હતી. અર્ટિ઼ગા કારમાં આવેલાં તથા બસમાં સવાર લુંટારૂઓ હીરાની લુંટ ચલાવે તે પહેલાં તેમનો સામનો બસના કલીનર સફી રાયજી અને અન્ય એક મુસાફર અનિલ ભરવાડ સાથે થયો હતો. બંનેએ લુંટારૂઓનો હિમંતભેર મુકાબલો કરતાં લુંટારૂઓનું કાવતરૂ નિષ્ફળ ગયું હતું. લુંટારૂઓ સાથેની ઝપાઝપીમાં અનિલ ભરવાડને હાથમાં ગોળી પણ વાગી હતી. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.એન. ઝાલા તથા તેમની ટીમે સુરતના કડોદરા વિસ્તારમાંથી તથા નવસારી ટોલનાકા પાસેથી મળી બે આરોપીને દબોચી લીધાં છે. જેમની ઓળખ મુળ યુપીના અને હાલ સુરત ખાતે રહેતાં નૌસાદ અહેમદ અને અરશદખાન તરીકે થઇ છે..

ભાવનગરથી સુરત આવતી જય ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ મુસાફરી કરતાં હોવાની ચોકકસ ટીપ લુંટારૂઓને મળી હતી. કુલ આઠ આરોપીઓએ ભેગા મળી આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી લુંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો પણ તેમને સ્વપ્નેય ખ્યાલ નહિ હોય કે બસમાં બે નરબંકાઓ સાથે તેમનો મુકાબલો થશે અને નિષ્ફળતા મળશે. આ બે નરબંકાઓ એટલે બસનો કલીનર સફી રાયજી અને મુસાફર અનિલ ભરવાડ... ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ લુંટારૂઓના આખા કાવતરા વિશે માહિતી આપી હતી...

Next Story