Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઓટોરિક્ષા ફેડરેશનના હોદ્દેદારોએ સી.એમ.સાથે કરી મુલાકાત, CNGના ભાવ ઘટાડવા રજૂઆત

X

ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ અને મંત્રી આબિદ મિર્ઝા અને તેમના સભ્યોના પ્રતિનિધિ મંડળે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી અને સી.એન.જી.ના ભાવ ઘટાડવા માંગ કરી હતી.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ ભડકે બળી રહ્યા છે તેવા સંજોગોમાં પેટ્રોલ-ડીઝલનો વિકલ્પે સીએનજી પૂરો પાડી રહ્યો છે તેવા સંજોગોમાં સીએનજી ગેસના ભાવોમાં પણ વધારો ઝીંકવામાં આવતા સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે સીએનજી ગેસના ભાવો પરત ખેંચવામાં આવે સાથે સાથે કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રીક્ષા ચાલકોને સરકારી ભથ્થા આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી કોઇપણ સહાય નથી આપવામાં આવી જેવી માગણીઓની રજૂઆત સાથે રીક્ષા યુનિયનોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મૂલાકાત કરી રીક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓથી રાહત આપવા રજુઆત કરી હતી. આ પ્રતિનિધિ મંડળમાં ગુજરાત રાજ્ય ઓટો રીક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતી પ્રજાપતિ,ફેડરેશનના મંત્રી અને ભરૂચ રિક્ષા એશો.ના ઉપપ્રમુખ આબીદ મિર્ઝા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it