Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજ્યમાં અનુ. જાતિ-જનજાતિના લોકો પર થતાં અમાનવીય અત્યાચારનો વિરોધ, સ્વયં સૈનિક દળનું તંત્રને આવેદન..

રાજ્યમાં SC/ST જાતિના લોકો પર થતાં અત્યાચારનો વિરોધ, સ્વયં સૈનિક દળ દ્વારા રેલી-ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા.

X

ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પર થતાં અત્યાચારના વિરોધમાં ભરૂચ ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી સ્વયં સૈનિક દળના નેજા હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમ્યાન ગુજરાતમાં થઈ રહેલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો ઉપર થતા અમાનવીય અત્યાચારોનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સ્વયં સૈનિક દળ દ્વારા યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ હાથમાં પોસ્ટરો અને પ્લેકાર્ડ લઈ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો ઉપર ગુજરાતમાં થઈ રહેલા અત્યાચારનો ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રેલીસ્વરૂપે પહોચ્યા બાદ સ્વયં સૈનિક દળ દ્વારા ધરણા યોજી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story