ભરૂચ : જંબુસર નગરના આંગણે ભીમ જન્મોત્સવ નિમિત્તે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલી યોજાય...

જંબુસર નગરમાં વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવ પ્રસંગે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવ પ્રસંગે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે સમગ્ર દેશમાં ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જંબુસર નગરમાં વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવ પ્રસંગે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંબેડકર ફળિયાથી લઇને જંબુસર કોટ દરવાજા અને ત્યાથી ટંકારી ભાગોળ પ્રમુખ સર્કલથી જંબુસરના રાજમાર્ગો પર ફરીને તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી હતી કે, જ્યાં ડો. આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી આ રેલીની પુર્ણાહુતી કરવામાં આવી હતી. સમગ્ર રેલી દરમિયાન જય ભીમના નારા સાથે જંબુસર નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રેલીની પુર્ણાહુતી બાદ બહુજન એકતા મંચ દ્વારા સભાનું આયોજન કરાયું. જેમાં બાબા સાહેબના જીવન મંત્ર અને એમના કાર્યો વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Latest Stories