/connect-gujarat/media/post_banners/2f4a85aaf74b1be3b51cb320c0472410b4ec19defc7280cb612deea8523ec478.jpg)
GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષક તાલીમ ભવન-ભરૂચના માર્ગદર્શન હેઠળ BRC ભવન જંબુસર ખાતે પ્રાથમિક સ્તરે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. આ નવા પ્રકલ્પમાં શિક્ષકોને તાલીમ દ્વારા બાલવાટિકાના બાળકોને કેવી રીતે આનંદમય, પ્રવૃત્તિમય જ્ઞાન આપવું એ તાલીમનો મુખ્ય હેતુ છે. જે અંતર્ગત જંબુસર BRC ભવન ખાતે 120થી વધુ શિક્ષકોને તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં શિક્ષકોને બાલવાટિકાના નવા અભ્યાસક્રમ સાથે સુસજ્જ કરવા તાલીમ અપાય હતી. જેનાથી બાળકો માટે શાળા ભારરૂપ નહીં, પરંતુ આનંદની અને રમતની શાળા બનશે. સંપૂર્ણ તાલીમનું સંચાલન BRC કોર્ડીનેટર અશ્વિન પઢીયારે કર્યું હતું. આ બાલવાટિકા તાલીમમાં CRC બીપીનભાઈ સહિત પ્રાથમિક વિભાગ તાલીમાર્થી શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.