ભરૂચ: ઝઘડીયાના પીપદરા ગામે બનેવીએ છ લોકો સાથે મળી સાળાનું કર્યું અપહરણ, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

પુત્રના અપહરણ અંગે પિતાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ યુવાનને મુક્ત કરાવ્યો

New Update
ભરૂચ: ઝઘડીયાના પીપદરા ગામે બનેવીએ છ લોકો સાથે મળી સાળાનું કર્યું અપહરણ, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

ઝઘડિયા તાલુકાના પીપદરા ગામમાં છૂટાછેડાની ભનક આવી જતા બનેવીએ ટાટા સુમો ગાડીમાં અન્ય છ ઈસમો સાથે ઘસી આવી સાળાને માર મારી અપહરણ કરવાના મામલામાં પોલીસ ગણતરીના દિવસમાં ઉકેલી કાઢી મુખ્ય સુત્રધારને ઝડપી પાડ્યો હતો ઝઘડિયા તાલુકાના પીપદરા ગામના સંજાલી ફળિયામાં રહેતા ભીખાભાઈ ગોપાલભાઈ ભાટિયાની પુત્રી વૈશાલીબેનના લગ્ન નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામના હાર્દિક શૈલેશ વસાવા સાથે થયા હતા

જેને તેના પતિ સાથે અણબનાવ થતા પાંચ દિવસ પહેલા તે પિયરમાં આવી ગઈ હતી તે દરમિયાન ગત તારીખ-૧૫મી મેના રોજ ભીખાભાઈ ભાટિયા અને તેઓના પત્ની,પુત્ર સુનીલ તેમજ પુત્રી વૈશાલી ડભોઈ ખાતે પુત્રીના છૂટાછેડા લેવાના હોવાથી વકીલને મળવા ગયા હતા.અને ત્યાં તેઓના સંબંધીને ત્યાં રોકાયા હતા તે વેળા ગતરોજ પુત્રીના પતિ હાર્દિક શૈલેશ વસાવા અને અન્ય બે મહિલા સહીત છ લોકો લાકડાના સપાટા સાથે ટાટા સુમોમાં સવાર થઇ પીપદરા ગામે આવ્યા હતા અને ભીખાભાઈના ઘરના ઘુસી જઈ અંદર સુતા તેઓના પુત્ર મિતેશભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક અપહરણ કરી જતા રહ્યા હતા

પુત્રના અપહરણ અંગે પિતાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ યુવાનને મુક્ત કરાવી મુખ્ય આરોપી સહીત ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories