/connect-gujarat/media/post_banners/4468be8593f91f583b77501446c6cf1d6118b282307141f481cd04652a0b3405.jpg)
જંબુસરના અણખી ગામ નજીક આવેલ બાંકો કંપનીમાં એક માસ પૂર્વે થયેલ અકસ્માતમાં કામદારને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જો કે હજુ સુધી કામદારને વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
જંબુસરના અણખી ગામ નજીક બાંકો કંપની આવેલી છે જેમાં જંબુસરના મગણાદ ગામનો યુવાન ભાવેશ ઠાકોર કામ કરતો હતો. કામગીરી દરમ્યાન તેનો હાથ મશીનમાં આવી જતા હાથની આંગળી કપાય ગઈ હતી.ઇજાગ્રસ્ત યુવાનના આક્ષેપ અનુસાર અકસ્માત બાદ કંપની દ્વારા કોઈ પણ જાતની સારવાર આપવામાં આવી ન હતી જો કે તેનો મિત્ર જ તેને હોસ્પિટલ લઈ ગયો હતો.
આ સમયે યુવાનને વળતર અને કાયમી નોકરીનું કંપની સત્તાધીશોએ આશ્વાસન આપ્યું હતું. જો કે એક માસનો સમય વીતી ગયો હોવા છતા કોઈ પણ પ્રકારનું વળતર ન ચૂકવાયુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ તરફ હાથમાં ઇજાના પગલે તેને અન્ય કોઈ કંપનીમાં પણ નોકરી નથી મળી રહી જેના કારણે તેણે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ થઈ પડ્યું છે ત્યારે કામદારને ન્યાય મળે એ માટે તે ગુહાર લગાવી રહ્યો છે.