/connect-gujarat/media/post_banners/4c41645e8cbad0f815a45cbe6380f776c550042d92bf73e9df6c726470c184ca.jpg)
ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે, ત્યારે તા. 22મી એપ્રિલના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ તારીખ 22મી એપ્રિલ વૈશાખ સુદ ત્રીજને અખા ત્રીજના રોજ ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન તેમજ ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુ. ગ્રુપ દ્વારા સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચના આર્ટિસ્ટ અને પત્રકાર અનિલ અગ્નિહોત્રી, દેહદાન કરનાર ડો. હરિહર ત્રિવેદી પરિવાર, કલાસિકલ વોકલમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવનાર વ્રજ જોશી તેમજ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપનાર અને કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર ડો. અભિનવ શર્માનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, પ્રશાંત પાઠક, રાજકુમાર દુબે, કૌશિક જોશી, નારાયણ દીક્ષિત, જે.ડી ભટ્ટ, નિમેષ ઠાકર તેમજ ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુ. ગ્રુપના ભદ્રેશ લીંબચીયા તેમજ ધર્મેશ સિકલીગરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.