Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી પર્વની પૂર્ણાહુતિ કરાય, મહિ‌લાઓ રમી સિંદુર ખેલા...

વસતા બંગાળી સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા દુર્ગા પૂજા મહોત્સવની દશેરાના દિવસે સિંદુર ખેલા થકી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

X

ભરૂચમાં વસતા બંગાળી સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા દુર્ગા પૂજા મહોત્સવની દશેરાના દિવસે સિંદુર ખેલા થકી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ભરૂચમાં રોજગારી માટે સ્થાયી થયેલા અંદાજિત 5 હજારથી વધુ બંગાળી પરિવારો શક્તિ સ્વરૂપ માઁ દુર્ગાની આરાધનામાં લીન બન્યા હતા. જેમાં દુર્ગાષ્ટમી નિમિત્તે બંગાળી સમાજ દ્વારા પૂજન-અર્ચન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ બંગાળી શ્રદ્ધાળુઓએ બંગાળના જાણીતા તહેવાર સિંદુર ખેલાને જોશભેર મનાવ્યો હતો. આ સિંદુર ખેલામાં મહિ‌લાઓએ એકબીજાને સિંદુર લગાવી પોતાની અને પતિના દીર્ઘાયુ માટે માઁ દુર્ગાને પ્રાર્થના કરી હતી. ઉપરાંત દશેરા પર્વે બંગાળી સમાજે દશમની પૂજા બાદ માતાજીની પુષ્પાંજલિ વિધિ કરી હતી, જ્યાં બપોરે દધીકર્મ અને દર્પણ વિસર્જનની વિધિ કરવામાં આવી હતી. બંગાળી સમાજ દ્વારા વિજયાદશમીના દિવસે ભવ્ય શોભાયાત્રા બાદ વિસર્જન કરી દુર્ગાષ્ટમી પર્વનું સમાપન કરવામાં આવ્યું હતું.

Next Story