ભરૂચ : ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ વાલીયાથી જન સંપર્ક પદયાત્રાનો પ્રારંભ કર્યો...

દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે, એસસી, એસટી, ઓબીસી, માઈનોરીટીના હક અને અધિકાર માટે લડત લડીશું.

ભરૂચ : ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ વાલીયાથી જન સંપર્ક પદયાત્રાનો પ્રારંભ કર્યો...
New Update

રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો

ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા

વાલીયા ખાતેથી જન સંપર્ક પદયાત્રાનો પ્રારંભ કર્યો

ભગવાન બીરશા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરાયા

માઈનોરીટીના અધિકાર માટે લડીશું : દિલિપ વસાવા

ભરૂચ લોકસભા બેઠકના ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા દ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા ખાતેથી જન સંપર્ક પદયાત્રા દ્વારા પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..

ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તેમજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા દ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા ખાતેથી જન સંપર્ક પદયાત્રા દ્વારા પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જે પદયાત્રા વાલિયા ચાર રસ્તા ખાતે આવી પહોંચતા દિલીપ વસાવા દ્વારા ચાર રસ્તા સ્થિત ભગવાન બીરશા મુંડાની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ પદયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે, એસસી, એસટી, ઓબીસી, માઈનોરીટીના હક અને અધિકાર માટે લડત લડીશું.

#ડોર ટુ ડોર પ્રચાર #Bharat Adivasi Party #Dilip Vasava #જન સંપર્ક પદયાત્રા #દિલીપ વસાવા #ભારત આદિવાસી પાર્ટી #Bharuch Loksabha Election #Bharuch #ભરૂચ લોકસભા
Here are a few more articles:
Read the Next Article