ભરૂચમાં વસતા જરીવાલા અને શાહ પરિવારની દીકરીઓના ભારતનાટ્યમ આરંગેત્રમનું શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આરંગેત્રમ એક ભક્તિરસની અભિવ્યક્તિ છે, અને તે દક્ષિણ ભારતમાં મંદિરોમાં પરફોર્મ કરવામાં આવતા હતા. હાલમાં પણ કેટલાક લોકો તેને મંદિરોમાં પરફોર્મ કરવાનો આગ્રહ રાખે છે, પણ હવે થોડો ચેન્જ આવ્યો છે. આરંગેત્રમ હવે મંદિરોમાંથી બહાર નીકળીને ઓડિટોરિયમમાં પરફોર્મ થાય છે, ત્યારે ભરૂમાં જરીવાલા અને શાહ પરિવારની દીકરીઓ કાવ્યા અને હિયાના ભારતનાટ્યમ આરંગેત્રમનું ગુરુના શિષ્ય પરિસા રાજા અને ગુરુ મિતાલી જરીવાલાની ઉપસ્થિતિમાં શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિતો સહિત ભારતનાટ્યમના રસીકોએ ઉપસ્થિત રહી બન્ને દિકરીઓને પ્રોત્સાહિત કરી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.