/connect-gujarat/media/post_banners/8441e2d4bf479f007db55a4fb2001cb6b7c8eb544a79cca15cbc569016e36029.webp)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા સ્થિત ભાસ્કર એકેડમી શાળાના છઠ્ઠા વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ફિલાટેક્સ કંપનીના મુખ્ય અધિકારી વ્યાનુ વ્યાસ ઉપસ્થિત હ્યા હતા. શાળાના રમતોત્સવમાં ૩૦ મીટરથી ૪૦૦ મીટર સુધીની દોડ, વિઘ્ન દોડ, ઊંધી દોડ, ક્રેબરેસ, બેલેન્સ રેસ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, દેડકા કુદ, રસ્સી ખેંચ, બેટન રિલે વગેરે જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે, દ્વિતિય ક્રમે અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને શાળાના મુખ્ય મહેમાન વ્યાનુ વ્યાસના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.