ભરૂચ તાલુકાનાં શુક્લતીર્થ ગામે દેવ દિવાળીના પર્વ નિમિત્તે યોજાતા ભાતીગળ મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે આગામી કારતક સુદ પુનમનો ભાતીગળ મેળો ભરાનાર છે ત્યારે ગ્રામ પંચાયત – શુકલતીર્થ તરફથી પૂર્વ તૈયારીના ભાગ રૂપે વિવિધ કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં વિવિધ કામોના ભાવ પત્રકો, પ્લોટોની ફાળવણી, જમીન સમતલ, જાહેર શૌચાલય વ્યવસ્થા, પ્લોટ ધારકો યાત્રિકોને પીવાના પાણીની સગવડ તેમજ નદી કિનારાના ઓવારાનું તેમજ બસ સ્ટેશનના રંગ રોગાન જેવી પૂર્વ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
શુક્લતીર્થના મેળામાં સ્નાન, તર્પણ, ઐતિહાસિક મંદિરોમાં સ્થાપિત દેવતાઓ દર્શનનો અનેરો મહિમા રહેલો છે ત્યારે મંદિરોના ટ્રસ્ટો તરફથી પણ રંગ રોગાન અને લાઈટીંગની પૂર્વ તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે.