ભરૂચ: ભોલાવ MLA રમેશ મિસ્ત્રીના હસ્તે300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું

ભોલાવ રામજી મંદિરના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા રવિવારે મહાનુભવોની ઉપસ્થિતિમાં 300થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું.

New Update
ભરૂચ: ભોલાવ MLA રમેશ મિસ્ત્રીના હસ્તે300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું
Advertisment

ભરૂચના ભોલાવ રામજી મંદિરના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા રવિવારે મહાનુભવોની ઉપસ્થિતિમાં 300થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું.

Advertisment

ભરૂચના ભોલાવ ગામમા પંચાયત ઘર પાસે આવેલ રામજી મંદિરના પટાંગણમા પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ખાસ ઉપસ્થિત રહી તેમના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું હતું.આગામી 11 માર્ચથી ભોલાવમાં જ ધરાસભ્યની જન સંપર્ક ઓફીસ શરૂ થતી હોવાનું રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ હતું. કાર્યક્રમમાં સરપંચ નિમિષા પરમાર, ઉપ સરપંચ યુવરાજસિંહ પરમાર સહિત ગ્રામપંચાયતના સભ્યો, કાર્યકર્તાઓ, ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Latest Stories