ભરૂચ : ભોલાવ ગામે નિર્માણ પામનાર 3 માર્ગોનું ભૂમિપૂજન, એક નવીન માર્ગનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું...

ભોલાવ ગામે રસ્તાના કામોને મંજૂરી મળી છે. અને આગામી સમયમાં રૂ. 35 લાખના ખર્ચે મંજૂર થયેલી ડ્રેનેજ યોજનાનું કામ પણ આરંભ કરવામાં આવનાર છે.

ભરૂચ : ભોલાવ ગામે નિર્માણ પામનાર 3 માર્ગોનું ભૂમિપૂજન, એક નવીન માર્ગનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું...
New Update

રાજ્ય સરકારની ગ્રામીણ સડક યોજના હેઠળ ભરૂચના ભોલાવ ગામના રહીશોની ઘણા સમયની જરૂરિયાત સંતોષાઈ છે. જેમાં ભોલાવ ગામે નિર્માણ પામનાર 3 માર્ગોનું ભૂમિપૂજન, જ્યારે એક નવીન માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આગામી સમયમાં રૂ. 35 લાખના ખર્ચે ડ્રેનેજ યોજના પણ ભોલાવ ગામમાં સાકાર થવા જઇ રહી છે.

ભરૂચના ભોલાવ ગામે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂપિયા એક કરોડના ખર્ચે મંજૂર થયેલા 3 સી.સી. રોડનું ખતમુહૂર્ત, જ્યારે એક નવીન માર્ગનું લોકાર્પણ કરાયું હતું. નવનિર્માણ પામનાર 3 સી.સી. રોડનું ભૂમિપૂજન તેમજ અઢી લાખના ખર્ચે નિર્માણ કરાયેલા રોડના લોકાર્પણનો કાર્યકમ ભોલાવ ગામે મૈત્રીનગરના કોમન પ્લોટમાં યોજાયો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા પ્રમુખ ઋષભ પટેલ, મંત્રી નિશાંત મોદી, સરપંચ, સભ્યો અને મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

ભોલાવ ગામના લોકો અને સોસાયટીના પ્રજાજનોની ઘણા સમયની રજુઆત અને જરૂરિયાત સંતોષાતા તેઓમાં આ પ્રસંગે આનંદની લાગણી છવાઈ હતી. ભોલાવ ગામે બ્રિજથી મૈત્રીનગર સોસાયટીને જોડતો સીસી રોડ રૂપીયા 50 લાખના ખર્ચે, નવી નગરીથી રેલવે ફાટક સુધીનો સીસી રોડ રૂપિયા 15 લાખના ખર્ચે તેમજ મૈત્રીનગર સોસાયટીમાં રૂ. 35 લાખના ખર્ચે સીસી રોડ નિર્માણ થશે. જેની કામગીરી ગુરૂવારથી જ શરૂ થઈ જશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ગ્રામીણ સડક યોજના હેઠળ ભોલાવ ગામે રસ્તાના કામોને મંજૂરી મળી છે. અને આગામી સમયમાં રૂ. 35 લાખના ખર્ચે મંજૂર થયેલી ડ્રેનેજ યોજનાનું કામ પણ આરંભ કરવામાં આવનાર છે.

#Bharuch #bharuchnews #Gujarati News #MLA Ramesh Mistry #ભોલાવ ગામ #ભૂમિપૂજન #Bholav Vilalge #ગ્રામીણ સડક યોજના #Rural Road Scheme
Here are a few more articles:
Read the Next Article