ભરૂચ : ડભાલી નજીક અમલેશ્વર કેનાલમાં પડ્યું મોટું ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોની હાલત કફોડી...

નર્મદા યોજનાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી-કવિઠા વચ્ચે ગાબડું પડ્યું છે. આ કેનાલમાં ભંગાણથી ભરૂચ પર પાણીનું સંકટ ઊભું થયું છે.

New Update
ભરૂચ : ડભાલી નજીક અમલેશ્વર કેનાલમાં પડ્યું મોટું ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોની હાલત કફોડી...

વર્ષ 2023ના પ્રારંભે જ ભરૂચને પાણી પૂરું પાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી-કવિઠા વચ્ચે મોટું ગાબડું પડ્યું હતુ. જેના કારણે ડભાલી સહિતના 4 ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ઊભા પાકને નુકશાન થયું છે, ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી યોગ્ય વળતરની માંગ કરી છે.

નર્મદા યોજનાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી-કવિઠા વચ્ચે ગાબડું પડ્યું છે. આ કેનાલમાં ભંગાણથી ભરૂચ પર પાણીનું સંકટ ઊભું થયું છે. તો ભરૂચની ઉત્તર પટ્ટીના સામલોદ, બંબુસર, ડભાલી અને કવિઠા ગામના 300 એકર ખેત જમીનમાં નહેરના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ઘઉં, કપાસ, શેરડી, તુવેર, મગ, મઠ, દિવેલા અને મઠિયાના વાવેતરને મોટું નુકશાન થયું છે. ખેડૂતોના ખેતર પાણીમાં ગરકાવ થતા તેઓ પાયમાલ થઈ ગયા છે.

સમગ્ર મામલે 4 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નુકશાની અંગે રજૂઆત કરી હતી. ખેડૂતોએ આપેલા આવેદન પત્રમાં યોગ્ય સહાય ચૂકવાય તેવી માંગણી કરી છે. એટલું જ નહીં, કેનાલમાં બારેમાસ પાણી રહેતું હોય, જેથી કેનાલનું સમારકામ નક્કી કરવા સાથે કેનાલની યોગ્ય મજબૂતાઇ માટેની પણ માંગ કરી છે. સતત બીજી વખત કેનાલમાં પડેલા ગાબડાં બાદ ખેડૂતો યોગ્ય વળતર માટે માંગણી કરી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પણ વહેલી તકે આ અંગે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Latest Stories