ભરૂચ : ઝઘડીયાના રતનપોર નજીક બિરલા સેન્ચ્યુરી કંપનીની બસનો અકસ્માત, એક વ્યક્તિ ફસાયો...

New Update
ભરૂચ : ઝઘડીયાના રતનપોર નજીક બિરલા સેન્ચ્યુરી કંપનીની બસનો અકસ્માત, એક વ્યક્તિ ફસાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપોર ગામ નજીક લકઝરી બસ નાળાની રેલિંગ સાથે ભટકાઇ હતી, ત્યારે બસમાં સવાર મુસાફરો પૈકી એક વ્યક્તિ ફસાય જતા બસનું પતરું કાપી તેને બહાર કાઢવા રેસક્યું હાથ ધરાયું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ખરાબ રોડ રસ્તા પર પણ પૂર ઝડપે ભારે વાહનોની અવરજવર વધી હોવાથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. ઝઘડિયા તાલુકામાં મોટી માત્રામાં રેતી ખનન સહિતના ઉદ્યોગોના કારણે ભારે વાહનોની સંખ્યા મુખ્ય અને અંતરિયાળ ગામોના રસ્તા પર જોવા મળતી હોય છે. આ ભારે વાહનો ખરાબ અને સંકળા માર્ગ પર પણ ભારે વાહન ચાલકો પૂરઝડપે પોતાનું વાહન હંકારતા હોવાથી નાના મોટા અકસ્માત હવે સામન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે આજરોજ ઉધોગનગરમાં આવેલી બિરલા સેન્ચ્યુરી કંપનીની બસ નંબર GJ-15-Z-9898 કંપની કર્મચારીનું વહન કરી જતી વેળાએ રતનપુર નજીક બસ ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ નાળા સાથે ધડાકાભેર અથડાતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોટી ગયા હતા, ત્યારે બસમાં સવાર મુસાફર પૈકી 7 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં 2 મુસાફરો બસમાં ફસાય જતા એક મુસાફરને તાત્કાલિક બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી, જ્યારે ફસાયેલા અન્ય મુસાફરને કાઢવા સ્થાનિકો અને કંપની દ્વારા ગેસ કટરથી પતરું કાપી તેને કાઢવાની પ્રક્રિયા હાથ ધરાય હતી. જોકે, અકસ્માતના કલાકો વિત્યા બાદ પણ પોલીસ ઘટના સ્થળે ન પહોંચતા આખરે ટ્રાફિક કંટ્રોલ કરવાની પોલીસ વિભાગની કામગીરી સ્થાનિકોએ કરવી પડી હતી.

Latest Stories