Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મોડી રાત્રિએ ભાજપ અને કોંગ્રેસના નગર સેવકો એક સાથે જોવા મળ્યા,જુઓ શું છે મામલો

ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલા ભરૂચ શહેરના માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે

X

ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલા ભરૂચ શહેરના માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છેત્યારે માર્ગના સમારકામની કામગીરીના નિરીક્ષણ સાથે પક્ષ અને વિપક્ષના સભ્યો એક સાથે જોવા મળ્યા હતા

ચોમાસાની સિઝનમાં ભરૂચ શહેરના વિવિધ માર્ગો અત્યંત બિસ્માર બન્યા હતા.માર્ગો પર વાહન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું જેને લઈ માર્ગના તાકીદે સમારકામની માંગ ઉઠી હતી. ત્યારે ગત રાત્રિથી ભરૂચ શહેરમાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના પાંચબત્તી,સ્ટેશન રોડ,મહમદપૂરને જોડતા માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા,ઉપપ્રમુખ નિના યાદવ સહિત ભાજપના નેતાઓ પહોંચ્યા હતા તો આ તરફ વિપક્ષના નેતા સમસાદ સૈયદ,સલિમ અમદાવાદી,શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી સહિત કોંગ્રેસના સભ્યોએ પણ નિરીક્ષણ કર્યું હતું ત્યારે પક્ષ અને વિપક્ષના સભ્યો મોડી રાત્રિએ માર્ગ પર એક સાથે જોવા મળ્યા હતા. નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે દિવાળી સુધીમાં શહેરના તમામ માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે

તો આ તરફ વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યુ હતું કે માર્ગના સમારકામમાં ગુણવત્તા જળવાવી જોઈએ જેથી કરીને માર્ગ ફરીથી બિસ્માર ન બને

ચોમાસાની વિદાય થતા ભરૂચમાં માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વાહન ચાલકોને હવે રાહત થશે કારણે કે ચંદ્રની ધરતી જેવા બની ગયેલા માર્ગોથી શહેરીજાનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા બીજી તરફ પ્રજાના પ્રશ્ને પક્ષ અને વિપક્ષના નેતા મોડી રાત્રિએ એક સાથે જોવા મળ્યા એક એક સારી બાબત કહી શકાય ત્યારે ભવિષ્યમાં પણ આ નેતાઓ રાજકારણથિઉ ઉપર આવી પ્રજાના પ્રશ્નોનું આ જ રીતે નિરાકરણ લાવે એ જરૂરી છે

Next Story