Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીનું વિવિધ સમાજ દ્વારા ભવ્ય અભિવાદન કરાયું…

ભરૂચ વિધાનસભા બેઠક પર રમેશ મિસ્ત્રીને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે..

X

ભરૂચ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીનું શહેરના વિવિધ સમાજ દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા બેઠક પર રમેશ મિસ્ત્રીને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવતા લોકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરના હિતેશનગર ખાતે મોઢ સમાજના આગેવાનો દ્વારા રમેશ મિસ્ત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વેજલપુર સ્થિત જય અંબે સ્કૂલ ખાતે પણ રમેશ મિસ્ત્રીનું વિવિધ સમાજના પ્રમુખ તેમજ અગ્રણીઓ દ્વારા અભિવાદન હેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે વિવિધ સમાજ દ્વારા મળી રહેલા સહકારથી પ્રોત્સાહિત થઈ રમેશ મિસ્ત્રીએ તમામનો આભાર વ્યક્ત કરવા સાથે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Next Story