/connect-gujarat/media/post_banners/6ec4d7a00f56b2f2e29dd9a9491067940bdbaa45fef6dde4c3767c110fdfbe20.jpg)
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા OBC અનામતની જાહેરાત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
રાજ્ય સરકાર દ્વારા ઝવેરી કમિશનના અહેવાલના પગલે ઓબીસી અનામતની જાહેરાત કરવામાં આવતા ભરૃચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.ભરૃચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સહિત અનામતની જાહેરાત કરવામાં આવતા ભરૃચ ભાજપમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.આતશબાજી સાથે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી.જેમાં ભરૃચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ રણા,જંબુસરના ધારાસભ્ય ડી.કે સ્વામી સહિત શહેર જીલ્લા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા