Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભાજપની કારોબારી બેઠક યોજાય, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા રહ્યા ઉપસ્થિત

ભાજપની કારોબારી બેઠકનું આત્મીય હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

X

ભરૂચ જિલ્લા ભાજપની કારોબારી બેઠકનું આત્મીય હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં કારોબારી બેઠક મળી હતી.ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા આ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કારોબારીબેઠકમાં ઉપસ્થિત ગોરધન ઝડફિયાએ ભરૂચ જિલ્લાના તમામ 5 ધારાસભ્યો, પ્રતિનિધિઓ ,હોદેદારો અને કાર્યકરો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી જીત અપાવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવારો અને સભ્યો લોકો સુધી પોહોંચી આભાર સાથે સરકારની યોજનો અને લાભો છેવાડાના માનવી સુધી પોહોચે અને વધુને વધુ લોકો ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે જોડાય એ બાબતે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. સદર બેઠકમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા,પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર,ધારાસભ્ય અરૂણસીહ રણા, ડી.કે.સ્વામી,રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Next Story