/connect-gujarat/media/post_banners/f0bf9ba489794e7f0dbb5a7437e1004d980ad1738e4bac6a4fd46958d07af6cf.jpg)
લોકસભાની ચૂંટણી પેહલા 3 રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વધાવી લીધો હતો.
ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભરૂચમાં ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો.ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કર્યાલય ખાતે ધારાસભ્યો, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને સંગઠનના હોદેદારોએ ઉમટી પડી ફટાકડા ફોડવા સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. મીઠાઈથી એકમેકનું મોઢું મીઠું કરાયું હતું.જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરુચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આ ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ જે.પી. નડ્ડાની આગેવાનીમાં અથાગ પ્રયત્નો અને જનજનના કરેલા વિકાસને આભારી હોવાનું ગણાવ્યું હતું.આ વિજયને 2024ની લોકસભાની સેમિફાઇનલ ગણાવી સ્પષ્ટ બહુમતી બદલ જનતાએ આપેલા જનાદેશને વધાવી ફરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.