New Update
/connect-gujarat/media/post_banners/a42b1f1e42d9450b75bb13fe5260fdb2cc6fd2b374e89547d7ee27a8e4f0f197.jpg)
પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી ગુજરાત ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે જેના ભાગરૂપે આજરોજ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ દ્વારા ભરૂચ જિલ્લા યુવા મોરચા સાથે બેઠક કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગઢ ગુજરાતમાં ખેલ મહાકુંભમાં હાજરી આપવા 12 માર્ચે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહીત કરવા કરવાના છે. જે અંતર્ગત ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ યુવા મોર્ચા દ્વારા તમામ જિલ્લાઓમાં યુવાનો સાથે મુલાકાત કરવના ભાગરૂપે અધ્યક્ષ પ્રશાંત કોરાટે ભરૂચમાં યુવા સભ્યો સાથે મુલાકાત કરી હતી
Related Articles
Latest Stories