ભરૂચ : પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભાજપના “સંકલ્પ પત્ર” અભિયાનનો પ્રારંભ...

સંકલ્પ પત્ર અભિયાન અંતર્ગત પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

New Update
ભરૂચ : પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભાજપના “સંકલ્પ પત્ર” અભિયાનનો પ્રારંભ...

લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે ભાજપનું અભિયાન

“સંકલ્પ પત્ર” અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ

જિલ્લા પ્રભારી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત

જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તેવું આયોજન

આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે ભરૂચ જિલ્લા ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે સંકલ્પ પત્ર અભિયાન અંતર્ગત પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનુ સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સુચનો માટે ભરૂચ જિલ્લા ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતીમાં પત્રકાર પરિષદ યોજાય હતી.

પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી હવે ટુંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરતું હોય છે. જે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સુચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી લોકોની આશા અને અપેક્ષા ભેગી કરવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં આવશે.

સંકલ્પ પત્રની પેટી, નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સુચનો મેળવાશે. પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, 2 વાહન મારફતે લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સુચન પેટી જીલ્લાના મુખ્ય સ્થાનો, કોલેજો સહિતના વિવિધ સ્થળોએ મુકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ “વિકસિત ભારત”, “મોદીની ગેરેંટી” વિડિયો વાન પણ ભરૂચ લોકસભા વિસ્તારમાં મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સુચનો મેળવામાં આવનાર છે.

Latest Stories