/connect-gujarat/media/post_banners/e815564129cecb2734d5e694d229df3d9d0f180f5e48564f240cd15754edf210.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ટેગરોસના પ્લાન્ટમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા 10 કામદારોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
ગુરુવારે મોડી રાતે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ટેગરોસના પ્લાન્ટમાં ધડાકાની ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. મશનરીમાં ધડાકો એટલો પ્રચંડ હતો કે કંપનીને અડીને રહેતા શ્રમજીવીઓ અને આસપાસની કંપનીઓમાં કંપન અનુભવાયું હતું. આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે જે કંપની નજીક શ્રમજીવીઓ સાથે સૂતુ હતું ત્યારે તેના ઉપર કાટમાળનો ટુકડો પડ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા