Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બી’ સેવિયર ચેરીટેબલ ટ્રસ્ટ અને એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાય...

બી’ સેવિયર ચેરીટેબલ ટ્રસ્ટ અને એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

X

આઝાદીની લડાઈના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની ઓક્ઝેલિયમ સ્કૂલ ખાતે બી’ સેવિયર ચેરીટેબલ ટ્રસ્ટ અને એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીની લડાઈના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 126મી જન્મજયંતિ અવસરે ભરૂચના એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટ તથા બી’ સેવિયર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઓકજેલિયમ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

આઝાદીની ચરવળ દરમ્યાન નેતાજીએ દેશના યુવાનોને એક સૂત્ર આપ્યું હતું "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા". જોકે, આજે ભારત દેશ તો આઝાદ છે, પરંતુ હજુ પણ એવા ઘણા બનાવો બને છે, જ્યાં દર્દીઓને સમયસર લોહી ન મળવાના કારણે ઘણીવાર અઘટિત ઘટના બને છે, ત્યારે આવી ઘટનાઓથી દર્દીઓને છુટકારો અપાવવા બી’ સેવિયર ચેરીટેબલ ટ્રસ્ટ અને એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટ આગળ આવ્યા છે. આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો દ્વારા 54 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી’ સેવિયર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાધે પટેલ તેમજ એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી માર્ગેશ રાજ, ઓક્ઝેલિયમ સ્કૂલનો સ્ટાફ, રેડક્રોસ બ્લડ બેંકના કર્મચારી તેમજ મોટી સંખ્યાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story