/connect-gujarat/media/post_banners/755682da464def343fdccb6a54994291a68aede22903b2e4e486d0d545794904.webp)
ભરૂચના શક્તિનાથ ખાતે આનંદ નગર ખાતે રહેતાં અને વિલાયતની એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો યુવાન રાત્રીના સમયે તેના ઘરની સામેથી પસાર થતી ભરૂચ - દહેજ રેલવે લાઇન પર ગંભીર રીતે ઇજાઓ થતાં મૃત્યુ થયેલી હાલતમાં મળ્યો હતો. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે આવેલાં આનંદ નગરમાં માસીના ઘરે રહેતાં ચેતન ધોન્ડુ ચૌધરી વિલાયતની બિરલા ગ્રાસિમ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં હતાં તેમની પત્ની તેમજ બે સંતાનો હાલમાં વેકેશન હોય તેમના વતને ગયાં હતાં. જ્યારે તે અને તેમના ભાઇ ઘરે જ હતાં.રાત્રે પરિવારે જમ્યા બાદ ઘરમાં સુઇ ગયાં હતાં. જોકે, કોઇ કારણસર ચેતન ઘરેથી બહાર નિકળી ગયો હતો. દરમિયાનમાં તેમના ઘરથી થોડે દુર ભરૂચ-દહેજ રેલવે લાઇન પર કોઇ ટ્રેનની ટક્કરથી ગંભીર ઇજાઓ થતાં મૃત્યુ પામેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.