ભરૂચ: અંકલેશ્વર રામ વાટિકા સોસાયટીમાં કાર પાર્ક કરવા મુદ્દે ધીંગાણું, પિતા-પુત્ર સહીત ચાર લોકોને ઇજા

સોસાયટીમાં કાર પાર્ક કરવા મુદ્દે ધીંગાણું સર્જાતા પિતા-પુત્ર સહીત ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી

ભરૂચ: અંકલેશ્વર રામ વાટિકા સોસાયટીમાં કાર પાર્ક કરવા મુદ્દે ધીંગાણું, પિતા-પુત્ર સહીત ચાર લોકોને ઇજા
New Update

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ રામ વાટિકા સોસાયટીમાં કાર પાર્ક કરવા મુદ્દે ધીંગાણું સર્જાતા પિતા-પુત્ર સહીત ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અંકલેશ્વરના ચૌટા બજાર સ્થિત વિશા ફળિયામાં રહેતા વિનેશ હસમુખ રાણાએ પોતાની ઇક્કો કાર અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ રામ વાટિકા સોસાયટીમાં પાર્ક કરી હતી તે દરમિયાન ત્યાં રહેતા તેજશ ગાંધીનો તેઓ ઉપર ફોન આવ્યો હતો અને તારી ગાડી પાર્ક કરેલ છે તે હટાવી લે તેમ કહેતા વીનેશ રાણા ત્યાં ગયો હતો અને કાર ચાલુ કરતા તેજશ ગાંધી અપશબ્દો ઉચ્ચારી માથાકૂટ કરી ઝપાઝપી કરી હતી જે અંગે સોસાયટીમાં રહેતા તેના મિત્ર વિવેક સુરતીને કહેતા તેઓ બંને શખ્સને સમજાવવા જતા તેણે ફરી ઝઘડો કરી બંનેને માર માર્યો હતો અને જાનથી મારામારી નાખવાની ધમકી આપી હતી.

જયારે તેજશકુમાર અશોકકુમાર ગાંધીના ઘરની આગળ છેલ્લા બે દિવસથી વીનેશ રાણા ગાડી પાર્ક કરતો હોય તેને ગાડી હટાવી લેવાનું કહેતા તેણે સોસાયટીમાં રહેતા વિવેક સુરતી અને અન્ય ઇસમોને બોલાવી મકાન માલિકને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો અને તેજશ ગાંધી અને તેઓના પિતાને ચારેય ઈસમોએ ભેગા મળી માર માર્યો હતો મારામારી અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#Bharuch #bharuchnews #AnkleshwarPolice #ConnectFGujarat #Anklehswar News #Ankleshwar Ram Vatika Society
Here are a few more articles:
Read the Next Article