Connect Gujarat
ભરૂચ

ભરૂચ:કલેકટરને BTP દ્વારા આવેદનપત્ર પાઠવાયુ, VHP દ્વારા છોટુ વસાવા અંગે અપાયુ હતું વાંધાજનક નિવેદન

સનરાઇઝ ડુંગર નવનિર્મિત હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાનીના વિવાદાસ્પદ નિવેદન બાબતે ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

X

સાપુતારાના સનરાઇઝ ડુંગર નવનિર્મિત હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાનીના વિવાદાસ્પદ નિવેદન બાબતે ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગિરિમથક સાપુતારાના સનરાઇઝ ડુંગર નવનિર્મિત હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાનીના વિવાદાસ્પદ નિવેદનના બીટીપી અને ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના અને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.બીટીપી દ્વારા વીએચપીના ધર્મેદ્ર ભવાની સામે પોલીસ ફરિયાદ કરવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની તજવીજ હાથ ધરી છે.ગિરિમથક સાપુતારામાં આવેલા અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર મંત્રી ધર્મેદ્ર ભવાની દ્વારા રાજ્યમાં આદિવાસીઓને ગુમરાહ કરી ધર્માંતરણ કરતા હોવાનો આક્ષેપ કરી ઝઘડીયાના બીટીપી નેતા છોટુ વસાવા અને તેમનો પુત્ર મહેશ વસાવાને "પ્રાણી'ની ઉપમા આપી આકરા પ્રહારો કર્યા હતા.આ બાબતે પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

Next Story