ભરૂચ: ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની BTPની જાહેરાત, જુઓ છોટુ વસાવાએ શું કર્યો લલકાર

આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે.

New Update
ભરૂચ: ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની BTPની જાહેરાત, જુઓ છોટુ વસાવાએ શું કર્યો લલકાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતીય ટ્રાયબલ પાર્ટીની અગત્યની બેઠક BTPના કાર્યાલય વાલિયાના ચંદેરીયા ગામ ખાતે મળી હતી જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે. ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP દ્વારા ગુજરાત રાજ્યોમાં ચૂંટણી લડનારા તેમના ઉમેદવારોને લઈને ખાસ એક બેઠક તેમની હેડ ઓફીસ ચંદેરીયા ખાતે રાખવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય અને મુખ્ય સંયોજક છોટુભાઈ વસાવા, બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય ડેડીયાપાડા મહેશભાઈ વસાવા, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવા સહિત ગુજરાત રાજ્યની વિવિધ વિધાનસભા સીટોના વિસ્તારમાં કામ કરતા બિટીપી અને બિટીએસના કાર્યકરો હોદેદારોની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ચૂંટણી અંગે રણનીતિ અને ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. ફાયનલ નામ બિટીપીની પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે. ગુજરાત રાજ્ય ભરના બિટીપીના આગેવાનો અને કાર્યકરોને છોટુભાઈ અને મહેશભાઈએ સંબોધીને કામે લાગીજવાની હાકલ કરી હતી. જ્યારે છોટુભાઈ વસાવાએ તેમના મૂળ અંદાજમાં આવી દેશની અન્ય રાજકીય પાર્ટીને લલકારીને કહ્યું હતું કે, બિટીપી નાની પાર્ટી છે એવો ખાંપો રાખવા વાળા સમજી લે કે આખા દેશની ચૂંટણીમાં બિટીપી ભાગ લેશે અને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટોપર નહીં, તમામ બેઠકો પર ચૂંટણી લડાવી શકે છે.