ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે તે માટે ભરૂચ જિલ્લાના ઝઘડીયા નાયબ કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા નાયબ કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિને સંબોધીને અપાયેલા આવેદન પત્રમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરાય છે. છેલ્લા ઘણા વર્ષોથી મતદાન પત્રની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી યોજાય છે. શરૂઆતમાં આ પ્રક્રિયા સરળ લાગતી હતી, અને એમાં ફાયદા પણ જણાતા હતા. પરંતુ ટેકનોલોજીના જમાનામાં આ પદ્ધતિ પર વિશ્વસનીયતા રહી ન હોવાનો ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો સખત નિર્ણય કરતા અચકાઇશું નહીં તેવું પણ ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાએ જણાવ્યું હતું.