/connect-gujarat/media/post_banners/12f9f26319cf59e0a891c3dee8efb54758d25fdf2ee16b0a91ecda1837a45747.jpg)
ભરૂચ નગરપાલિકાના અંદાજીત રૂ. 53.31 લાખના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં દાદાભાઈ બાગના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત તેમજ અયોધ્યાનગર ખાતે પીવાના પાણીનું શુદ્ધિકરણ કરતાં પ્લાન્ટમાં સેન્ટ્રીફ્યુગલ પંપ સપ્લાય કરી ઇન્સ્ટોલ કરવાના કામનું તથા ૩ હેન્ડપંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નિનાબા યાદવ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા, વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો સહિત અન્ય આગેવાનઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.