Connect Gujarat
ભરૂચ

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચેઇન સ્નેચિંગ ગુનાના 2 આરોપીઓને મુદ્દમાલ સાથે ઝડપી પાડયા

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચેઇન સ્નેચિંગ ગુનાના 2 આરોપીઓને મુદ્દમાલ સાથે ઝડપી પાડયા
X

ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝાડેશ્વર ચોકડીથી જ્યોતીનગર નજીકથી ચેઇન સ્નેચીંગના ગુનાના કામના બે આરોપીને મોટર સાયકલ સાથે અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.પોલીસે બંને પાસેથી કુલ રૂ.60 હજાર ઉપરાંતના મુદ્દામાલને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ સી ડીવીઝન વિસ્તારમાં ચીલ ઝડપનો ગુનો નોંધાયો હતો. જેથી પોલીસ મથકના પીઆઈ એચ.બી.ગોહીલ તેમના સ્ટાફે ગુનાને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન માહિતી મળી હતી કે,ચીલ ઝડપ કરવામાં વપરાયેલા મોટર સાયકલ નંબર GJ-16-BA-1253 ઉપર બે ઈસમોમાં ચાલકે કાળા કલરની ટી-શર્ટ તથા પાછળ બેઠેલા ઈસમે સફેદ કલરની ટી-શર્ટ પહેરેલી છે તેઓ હાલમાં ઝાડેશ્વર ચોકડીથી જ્યોતીનગર તરફ આવી રહ્યાં છે. જેથી પોલીસ માહિતીના આધારે અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી તપાસ કરતા માહીતીવાળી મોટર સાયકલ અને બંન્ને ઈસમો મળી આવ્યા હતાં.પોલીસે તેમની પાસેથી ગુનાના કામે ગયેલા સોનાની તુટેલી ચેઇન કિં.રૂ.40 હજાર તથા એક મોબાઇલ કિં.રૂ.5 હજાર તથા હિરો હોન્ડા સ્પ્લેન્ડર કિં.રૂ.20 હજાર મળી કુલ કિં.રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.પોલીસે આરોપી અક્ષય ઉર્ફે અક્કુ મહેશભાઇ પાટણવાડીયા અને ઉબેદખાન ઉર્ફે પઠાણ જુમ્માખાન પઠાણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story