/connect-gujarat/media/post_banners/488b1d3229d8e8af1acab9b30f6cf12f0c8d316c59ceefee60e2de2ecd5034a8.webp)
નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ત્રણ દિવસીય યુવા નેતૃત્વ અને સામુદાયિક વિકાસ ટી વાય એલ સી ડી નિવાસી શિબિર કાર્યક્રમ હલદરવા ખાતે શરૂ કરાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ત્રણ દિવસીય યુવા નેતૃત્વ અને સામાજિક વિકાસ ટી વાય એલ સી ડી નિવાસી શિબિર કાર્યક્રમ હલદરવા ખાતે શરૂ કરાયો.સદર કાર્યક્રમમાં પંચગવ્ય ગૌ શાળાના વૈદ પ્રણવ પટેલ, તથા હળદરવા ગામના ઉપસરપંચરાજેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં મેહમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ૪૦ જેટલા પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો જેમને ૩ દિવસ દરમ્યાન અલગ અલગ વક્તાઓ દ્વારા પ્રેરિત કરવામાં આવશે. દિવ્યજીતસિંહ ઝાલા, મનીષ જોષી તથા નેહરુ યુવા કેન્દ્રના ઉપનિદેશક સુબ્રતો ઘોષની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.પ્રથમ દિવસે ભારતીય વિચાર મંચના વિજય શાહ, જે પી કોલેજના ડૉ પારસ ત્રિવેદી તથા ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવે વક્તા તરીકે ઉપસ્થીત રહ્યા હતા