Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયા બેઠક પર BJP-BTP અને સહીત અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, છોટુ,મહેશ વસાવા પર રહેશે નજર

ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપ,કોંગ્રેસ અને બીટીપી સહીત છોટુ વસાવા તેમજ પુત્ર દિલીપ વસાવાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા વિધાસભાની ચૂંટણી ખરાખરીનો જંગ જામ્યો છે.

X

ભરૂચની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપ,કોંગ્રેસ અને બીટીપી સહીત છોટુ વસાવા તેમજ પુત્ર દિલીપ વસાવાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા વિધાસભાની ચૂંટણી ખરાખરીનો જંગ જામ્યો છે.

ભરૂચ જીલ્લની પાંચ વિધાનસભા સહીત પ્રથમ તબક્કાની ચુંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક અપક્ષના ઉમેદવાર અને ધારાસભ્ય છોટુ વસાવા અને દિલીપ વસાવાએ સમર્થકો સાથે રેલી સ્વરૂપે તેમજ બીટીપીના ઉમેદવાર મહેશ વસાવાએ ચંદેરીયા વાઈટ હાઉસથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા જયારે ભાજપના ઉમેદવાર રીતેશ વસાવા તેઓના નિવાસ્થાન ખાતેથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા તો કોંગ્રેસના ઉમેદવાર ફતેસિંગ વસાવાએ વાલિયા ખાતેથી રેલી સ્વરૂપે ડીજે સાથે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી હતી.ઉમેદવારોના શક્તિ પ્રદર્શનને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઝઘડિયા બેઠક ઉપરથી પિતા-પુત્ર વચ્ચે ખરાખરીનો જંગ જામશે ઉમેદવારી પત્ર ભર્યા બાદ છોટુ વસાવાએ મીડિયા સાથે વાત કરતા હું ઉભો રહું ત્યાં પાર્ટી બની જાય છે તેમ જણાવ્યું હતું તો લોકશાહી છે કોઇપણ ઉમેદવારી નોંધાવી શકે છે તેમ બીટીપીના ઉમેદવાર મહેશ વસાવાએ જણાવ્યું હતું જયારે તમામ ઉમેદવારોએ જીતના આશાવાદ વ્યક્ત કર્યા હતા.

Next Story