Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે કેક કાપી નવા વર્ષની ઉજવણી કરાઇ

ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા કેક કાપી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી.

X

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા કેક કાપી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી.

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે નવા વર્ષની કેક કાપી ગરબા રમીને નવા વર્ષની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ જાપાનથી પધારેલ રજની દિદિ કે જેવો છેલ્લા 50 વર્ષથી બ્રહ્માકુમારીઝ પરીવારમાં સમર્પિત રહી જાપાન અને ફિલિપાઇન્સ આમ આ બે દેશમાં રજની દિદિ તેઓની સેવાઓ આપી રહ્યા છે ત્યારે તેઓ આજે ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે આવતા તેઓએ ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને નવું વર્ષ બધાનું સુખદાય મંગલ દાઈ નિવડે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી સાથે જ તેઓએ જાપાનમાં થતી પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા સેવાઓનું વર્ણન કર્યું હતું સાથે તેઓએ જણાવ્યું હતું કે જાપાનમાં એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી અનેક કાર્યક્રમો કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે સાથેજ પ્રભાદિદિએ પણ ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સેન્ટરના અનુયાયો જોડાય નવા વર્ષની ઉજવણી કરી હતી

Next Story